• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


21/10/16

14/10/16

CREATE YOUR YOUTUBE CHANNEL AND MAKE IT BEAUTIFUL WITH CHANNEL ART

તમારી પોતાની યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તે અંગેનો વિડિયો જુઓ.જેમા આપ યુટ્યુબ ચેનલ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયા વિશે જાણશો.

        

તમારી યુટ્યુબ ચેનલને આકર્ષક કેવી રીતે બનાવશો તેની માહિતિ આપતો વિડિયો જુઓ.આ વિડિયો દ્વારા આપ આપની ચેનલ માટે ચેનલ આર્ટ કેમ બનાવવુ તે જાણી શકશો.


      

30/9/16

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૭ ના પ્રથમ સત્રના તમામ પ્રકરણના વિડિયો

નમસ્કાર
મિત્રો શાળાનું પ્રથમ સત્ર હવે પુર્ણતાને આરે પહોંચ્યુ છે. નજીકના સમયમા બાળકોની પરીક્ષા આવશે એટલે શાળામા અભ્યાસક્રમના તમામ પાઠ પણ તેના અંતિમ ચરણમા હશે. આવા સમયે બાળકોનું પુનરાવર્તન બરાબર કરી શકાય તે માટે અહિ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૭ ના પ્રથમ સત્રના તમામ પ્રકરણના વિડિયો અહિ આપવામા આવ્યા છે.અહિ માત્ર એક જ ક્લિક કરવાથી આપ આ તમામ વિડિયો સુધી સરળતાથી પહોંચી શકશો. આ તમામ વિડિયો બાળકોના અભ્યાસક્રમને સરસ રીતે પુનરાવર્તન કરવામા ખુબ જ ઉપયોગી થશે. 

પ્રથમ સત્રના તમામ વિડિયો માટે અહિ ક્લિક કરો

28/9/16

SCIENCE AND TECHNOLOGY VIDEO COLLECTION

નમસ્કાર
મિત્રો અહિ આ પોસ્ટમા વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૭ પ્રકરણ-૬ "સજીવનો એકમ-કોષ" વિશે માહિતિ આપતો વિડિયો મુકવામા આવ્યો છે જેને આપ વર્ગખંડ કાર્ય દરમિયાન બાળકોને વધુ સરળતાથી સમજાવવા માટે ઉપયોગ કરી શકો છો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

મિત્રો અહિ આ પોસ્ટમા વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૬ પ્રકરણ-૬ "પાણી" વિશે માહિતિ આપતો વિડિયો મુકવામા આવ્યો છે જેને આપ વર્ગખંડ કાર્ય દરમિયાન બાળકોને વધુ સરળતાથી સમજાવવા માટે ઉપયોગ કરી શકો છો 


વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

24/9/16

MAKE YOUR OWN EDUCATIONAL VIDEO AT ANYTIME.....

નમસ્કાર

આજની પ્રાથમિક શાળાઓ પણ ટેકનોલોજીના વપરાશમા ઘણી આગળ વધી રહી છે.ઘણા શિક્ષક મિત્રો પોતે આ કાર્યમા ઘણુ યોગદાન આપી રહ્યા છે.પોતે ઘણી મહેનત કરી વર્ગખંડમાં ઉપયોગી થાય તેવુ સરસ મજાનુ સાહિત્ય તૈયાર કરી રહ્યા છે. જેમા આજ કાલ ઇ-મટેરિયલ્સનો બહોળા પ્રમાણમા વ્યાપ થયો છે.ઘણા મિત્રો સરસ શૈક્ષણિક વિડિયો,પીડીએફ ફાઇલ,ક્વિઝ, ટેસ્ટ વગેરે તૈયાર કરે છે અને પોતાની શાળામા તેનો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય કરાવે છે એટલુ જ નહિ પણ સોશિયલ મિડિયાના માધ્યમથી તેઓ આ સાહિત્યને ગુજરાતની અન્ય શાળાઓ સુધી પણ પહોચાડી રહ્યા છે.

આની સામે હજુ ઘણા મિત્રો એવા પણ છે કે જેઓ આવુ સાહિત્ય બનાવવા માટે ઘણા ઉત્સાહી છે પણ તેમને આના વિશે ઓછી માહિતિ છે અથવા તો તેમને પુરતુ માર્ગદર્શન મળતુ નથી. અહી આવા મિત્રો માટે જ ખાસ આ પોસ્ટ લખી રહ્યો છુ.

મિત્રો આજે શાળામા ઘણા ઉત્સવો અને કાર્યક્રમો ઉજવાય છે અને તેનુ વિડિયો રુપાંતર કરી તેની માહિતિ મોકલવાની થતી હોય છે. તેમજ આપણે આપણા વર્ગખંડ માટે ઘણી વખત કોઇ પ્રકરણને સમજાવવા માટે કોઇ વિડિયોની જરુર પડતી હોય છે ત્યારે આપણને એવુ થાય કે કાશ આપણે પણ આવા સરસ વિડિયો બનાવી શકતા હોત.

મિત્રો હુ આજે અહિ આ પોસ્ટમા આવા વિડિયો બનાવવા માટેના એક સરસ મજાના સોફ્ટવેર વિશે માહિતિ આપી રહ્યો છુ.જે એકદમ ફ્રી સોફ્ટવેર છે અને તેને ખુબ જ સરળતાથી વાપરી પણ શકાય છે.તેના દ્વારા તમે તમારી જાતે સરસ અને આકર્ષક વિડિયોનુ નિર્માણ કરી શકો છો અને તે પણ કોઇ મોટા ટેકનિકલ જ્ઞાન વગર.આ સોફ્ટવેર ઇંટરનેટ પરથી કેવી રીતે ડાઉનલોડ કરવો અને કેવી રીતે તમારે તમારા કોમ્યુટરમા ઇંસ્ટોલ કરવો તેમજ તેના દ્વારા કેવી રીતે વિડિયો બનાવવા તેની સંપુર્ણ માહીતિ મળી રહે તે માટે થોડા વિડિયો બનાવેલ છે જે તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોઇ શકશો.

તો તૈયાર થઇ જાઓ તમારા પોતાના શૈક્ષણિક વિડિયો બનાવવા માટે અને આ વિડિયો દ્વારા તમારા વર્ગખંડને જિવંત બનાવવા માટે.........

for more details....
CLICK HERE

23/9/16

HOW TO CONVERT YOUR POWER POINT PRESENTATION INTO VIDEO?


નમસ્કાર 
મિત્રો આજના આધુનિક સમયમા શિક્ષણની ક્ષિતિજો જ્યારે વિસ્તરી રહી છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમાથી બાકાત કેવી રીતે રહી શકે? આજે ટેકનોલોજીના યુગમા વર્ગખંડમા પણ વૈવિધ્ય જોવા મળી રહ્યુ છે જે ખરેખર આધુનિક સમયની માંગ છે. કોમ્પ્યુટર અને ઇંટરનેટના આ યુગમા વર્ગખંડને જીવંત રાખવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો તૈયાર છે બસ તેને યોગ્ય દિશામા વાપરવાની નૈતિકતા હોવી જરુરી છે.

આજે પ્રાથમિક શળામા શિક્ષકો વર્ગખંડમા કોમ્યુટર, ઇંટરનેટ તેમજ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ઘણા મિત્રો પોતે પોતાની આવડતથી ઘણા પ્રકારનુ શૈક્ષણિક સાહિત્ય પણ બનાવી રહ્યા છે. જેમા વિડિયો,પીડીએફ ફાઇલ તેમજ પીપીટી મુખ્ય છે. 
પીપીટી એ આજે અસરકારક શિક્ષણ માટે ખુબ જ જરુરી અને હાથવગુ સાધન છે જેનાથી આપણુ શિક્ષણ કાર્ય ઘણુ સરળ અને અસરકારક બની જાય છે. બાળકોને પણ પીપીટી ખુબ જ પસંદ પડે છે.પીપીટી ને લીધે તેનામા ઘણા સકારાત્મમક પરિવર્તનો જોવા મળે છે અને તે ખુબ જ આનંદપુર્વક શિક્ષણકાર્યમા જોડાયેલ જોવા મળે છે. 
મિત્રો પીપીટી બનાવવી એ એક રીતે જોઇએ તો એક પ્રકારની કળા છે. અને થોડો સમયા માગી લેતી પ્રક્રિયા છે. પણ ઘણીવાર એવુ બનતુ હોય છે કે આપણે ખુબ જ મહેનત દ્વારા બનાવેલ પીપીટી જ્યારે વર્ગખંડમા રજુ કરવાનો સમય આવે ત્યારે કદાચ લાઇટ ના હોય, કોમ્યુટરમા કોઇ ટેકનિકલ ખામી આવી જાય કે કોઇ અન્ય કારણે આપણે આપણી પીપીટી બાળકો સમક્ષ રજુ ના કરી શકીએ. આવુ બને ત્યારે આપણને વિચાર આવે કે કાશ પીપીટી સ્વરુપે બનાવેલ ફાઇલનો વિડિયો હોત તો કેવુ સારુ થાત કે કમસે કમ તેને મોબાઇલમા તો રજુ કરી શકાત...... 
મિત્રો ચિંતા કરવાની જરુર નથી કેમ કે આપણે પીપીટીને વિડિયોમા ફેરવી શકીએ છીએ. તમે બનાવેલ પીપીટીને કોઇ પણ વધારાના સોફ્ટવેર વગર વિડિયોમા કેવી રીતે ફેરવવી તેના માટે માર્ગદર્શન આપતો એક નાનકડો વિડિયો હુ અહી રજુ કરી રહ્યો છુ. જેમા ખુબ જ સરળ રીતે સમજાવવામા આવ્યુ છે કે તમે બનાવેલ કોઇ પણ પીપીટીને કેવી રીતે વિડિયોમા રુપાંતરીત કરી શકો છો. 

આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
   

18/9/16

સામાજિક વિજ્ઞાન ધોરણ-૮ પ્રકરણ-૬ ભારત પર અંગ્રેજી શાસનની અસર

સામાજિક વિજ્ઞાન ધોરણ-૮ પ્રકરણ-૬ ભારત પર અંગ્રેજી શાસનની અસર


આ પાઠની તમામ માહિતિ માટે અહિ એક વિડિયો આપવામા આવ્યો છે.જે આપને અને આપના વિધ્યાર્થી મિત્રોને ખુબ જ ઉપયોગી સાબિત થશે.

આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

31/7/16

TAKE PART IN WORKSHOP ON "UTILIZATION OF TECHNOLOGY IN EDUCATION"

Chandan Rathod:
🌹GOOD NEWS🌹

NAMASKAR

-DEVBHUMI DWARKA NA JAMKHAMBHALIYA MA EK WORKSHOP NU AYOJAN KARVA NO VICHAR CHHE.

*"UTILIZATION OF TECHNOLOGY IN EDUCATION"*

jema niche mujab na topics shikhavava na chhe
👉🏽blogging and its designing
👉🏽create educational ppt
👉🏽create video
👉🏽create quiz
👉🏽create GIF images
👉🏽create youtube channel
👉🏽youtube channel design and video uploading
👉🏽ppt to video converting
👉🏽and many more.....

aa workshop sunday na divase rakhva no chhe and swa kharche avava nu chhe...date haju fix nathi karel.

je mitro jodava magta hoy teo potanu naam and school address 9998190662 par whatsapp thi send karsho...its only survey...sankhya mujab date and place nakki karvama avshe....

thanking you...

Chandan Rathod

25/7/16

SOCIAL SCIENCE STD-7 CHAPTER-4

"RAJPUT YUG"
VIDEO,MP3 FILE AND UNIT TEST PDF

FOR MORE DETAILS CLICK HERE

24/7/16

SOCIAL SCIENCE STD-6 CHAPTER-4

MANAV JIVAN NI SHARUAT
VIDEO,MP3 FILE AND UNIT TEST PDF

FOR MORE DETAILS CLICK HERE

10/7/16

INTER ACTIVE MULTIMEDIA E-CHAPTER

*📓DIGITAL CHAPTER📓*

*🎼INTER ACTIVE MULTIMEDIA E-CHAPTER🎼*

*SCIENCE AND TECHNOLOGY*
*STD-6 CHAPTER-1*

👉🏼નમસ્કાર
મિત્રો આજ રોજ અહિ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૬ નુ પ્રથમ પ્રકરણ " ચુંબક" ની ડિઝિટલ આવૃતિ મુકી રહ્યો છુ. મિત્રો આ એક પીડીએફ ફાઇલ જ છે પણ તે સામાન્ય પીડીએફ ફાઇલ નથી. તેમા નીચે મુજબની ખાસ વિશિષ્ટતા છે. આ ફાઇલમા ઘણી જગ્યાએ જુદા જુદા સિમ્બોલ મુકવામા આવ્યા છે. જેમા લેખન, વિડિયો તેમજ વિચારો વગેરે જેવા સિમ્બોલ છે. આ માત્ર સિમ્બોલ જ નથી પણ જે તે સિમ્બોલ પર ક્લિક કરવાથી તેને લગતી માહિતિ નવા પાના પર ખુલે છે. જેમ કે પાઠમા કોઇ પ્રવૃતિ આવતી હોય અને ત્યા વિડિયોનો સિમ્બોલ હોય અને તમે તે સિમ્બોલ પર ક્લિક કરશો એટલે નવા પેજ પર યુટ્યુબ પર તે પ્રવૃતિનો વિડિયો ખુલશે. આ ઉપરાંત જો કોઇ પ્રવૃતિમા કોઇ અવલોકન કરવાની વાત હોય અને શુ અવલોકન આવે છે તે બાળક વિચારે અને તેણે વિચરેલુ સાચુ છે કે ખોટુ તે ચેક કરવા માટે ફાઇલમા જે તે સિમ્બોલ પર ક્લિક કરતા જે તે અવલોકનનો સાચો જવાબ નવા પેજ પર ખુલે છે. તો મિત્રો અહિ આ ફાઇલમા વાપરવામા આવેલા સિમ્બોલ વિશે સૌ પ્રથમ માહિતિ મેળવી લઈએ.

ક્યો સિમ્બોલ શુ કહેવા માગે છે?

મિત્રો આ ફાઇલનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્ય દરમિયાન કરી શકો છો તેમજ બાળક પોતે પોતાની રીતે આખા પ્રકરણ વિશે માહિતિ મેળવી શકે છે.


તો આ ડિઝિટલ પ્રકરણની ફાઇલ ડાઉનલોડ કરવા

CLICK HERE FOR THIS FILE


આપના અમુલ્ય મંતવ્યો આ નંબર ૯૯૯૮૧૯૦૬૬૨ પર વોટ્સએપથી જરુર આપજો..........


11/6/16

ધોરણ-૬ થી ૮ વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના પ્રથમ પ્રકરણના તમામ પ્રવ્રુતિના વિડિયો અને યુનિટ ટેસ્ટ પીડીએફ

નમસ્કાર 
અહિ આપને ધોરણ-૬ થી ૮ વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના પ્રથમ પ્રકરણના તમામ પ્રવ્રુતિના વિડિયો અને યુનિટ ટેસ્ટ પીડીએફ સ્વરુપે મળશે. જેનો ઉપયોગ આપ આપના વર્ગ ખંડ કાર્યમા કરી શકશો 

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

2/3/16

૩ડી જુઓ તમારા મોબાઇલમા

નમસ્કાર મિત્રો 
જો તમે અમદાવાદ સાયન્સ સિટીનો પ્રવાસ બાળકો ને કરાવ્યો હશે તો ત્યાં 3ડી ફિલ્મ નો અદભુત લ્હાવો જરૂર લીધો હશે.મિત્રો આવી 3ડી ફિલ્મ જોવી એ પણ એક વિશેષ અને યાદગાર પ્રસંગ છે.શાળા કક્ષાએ જો વિદ્યાર્થીઓને 3ડી ક્લિપ બતાવવામાં આવે તો ચોક્કસ આ પ્રસંગ દરેક માટે અદભુત અને રોમાંચક બની રહે.અહી જો કે 3ડી ફિલ્મ શાળા કક્ષાએ બતાવવામાં ઘણી બધી મોંઘી સાધન સામગ્રી વિષે તમારા મગજમાં વિચારો આવ્યા હશે.સાચી વાત છે કે આના માટે ઘણા મોંઘા પ્રોજેક્ટર અને ચશ્માં ની જરૂર પડે.પણ શું આનો બીજો કોઈ વિકલ્પ નથી કે આપણે શાળા કક્ષાએ બાળકોને સસ્તા સાધનો વડે 3ડી ફિલ્મ નો અનુભવ કરાવી શકીએ?
મિત્રો આજની આ પોસ્ટ માં હું અહી આ બાબતની જ ચર્ચા કરવાનો છું.જો તમારે શાળા કક્ષાએ બાળકોને આવો અનુભવ કરાવવો હોય તો તમારી જોડે નીચે મુજબ ના સાધનો હોવા જરૂરી છે અને ના હોય તો ચિંતા કરવાની જરૂર પણ નથી કેમ કે આ સાધનો બજારમાંથી મોંઘા ભાવે ખરીદવાની જરૂર પણ નથી કેમ કે તમે જાતે તેને સસ્તામાં બનાવી શકો છો.

1-3ડી ચશ્મા 
2-3ડી કન્ટેન્ટ 
3-મોબાઈલ 
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

29/2/16

પ્રશ્ન મંચ ભાગ-2

નમસ્કાર મિત્રો 
ગયા અઠવાડિયે આપણે પ્રશ્ન મંચ ભાગ -1 થી આ વિભાગની શરૂઆત કરેલ હતી.આજે અહી પ્રશ્ન મંચ ભાગ-2 મુકવામાં આવેલ છે.આ સવાલ નો જવાબ તા-05/03/2016 સુધી માં નીચે લિંક પર ક્લિક કરી સબમિટ કરજો.

પ્રશ્ન મંચ ભાગ-2 (તા-29/02/2016)
પ્રશ્ન-એક ત્રાજવાના એક પલ્લામા એક ઘન મીટર સુકી હવા અને બીજા પલ્લામા એક ઘન મીટર ભેજવાળી હવા જોખવામા આવે છે.બન્ને પર દબાણ અને તાપમાન સરખુ હોવનુ ધારી લો. બેમાથી કયું પલ્લુ નમેશા માટે?

આ સવાલ નો સાચો જવાબ તા-06/03/2016 ના રોજ અહી આ વિભાગ માં રજુ થશે અને સાથે આ વિભાગ માં ભાગ લેનાર તમામ મિત્રોની નામાવલી પણ અહી રજુ કરવામાં આવશે 

જવાબ આપવા માટે અહી ક્લિક કરો

પ્રશ્ન મંચ ભાગ-1 ની વિગત માટે અહી ક્લિક કરો